નર્મદા પોલીસે ડ્રિપ ઇરીગેસનની નાંદોદ તાલુકાના ગામોમાં ચોરી કરનાર ગેંગને મુદામાલ સાથે ઝડપી લીધા બાદ પણ આ ચોરીનો શીલસિલો હજુ ચાલુ જ હોય તેમ ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે.
રાજપીપળાના ખત્રીવાડમાં રહેતા મહેન્દ્રભાઇ કંચનલાલ કાછીયાની ફરિયાદ મુજબ તેમના અણીજરા ગામના ખેતરના શેઢા ઉપર ઇરીગેશનની પાઇપો કાઢીને મુકેલ હતી. જેની કીંમત રૂપિયા 80,000/-ની ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
બે દિવસ પહેલા જ નાંદોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોના ખેતરમાં ડ્રિપ ઇરીગેસન પાઇપોની લાખોની ચોરી કરતી ગેંગને નર્મદા પોલીસે મુદ્દમાલ સાથે ઝડપી પાડી હોવા છતાં આજે વધુ એક ખેતરમાં થયેલી આ ચોરી બાબતે અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા છે. શુ આ ગેંગના કોઈ બીજા સાગરીતો ખુલ્લેઆમ ફરે છે, કે અન્ય કોઈ બીજી ગેંગ સક્રિય થઈ છે, તેવા સવલો હાલ નાંદોદ પંથકમાં ચર્ચામાં છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500