Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

  • November 04, 2021 

નર્મદા જિલ્લામાં દીપડાઓ ઘણાં જોવા મળે છે જેથી જિલ્લામાં દીપડાનો ભય હમેશા લોકોમાં રહે છે. જોકે હાલ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નાંદોદના મોટા હેડવા ગામની સીમમાં દીપડાએ એક ગાયને મારણ બનાવતા ગ્રામજનોમાં ફફળાટ ફેલાયો છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે  પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટા હેડવાના એક ખેડૂતની ગાય સીમમાં ચરતી હતી તે સમયે દિપડાએ એક ગાયને મારણ કરી ફાળી ખાધી હતી. જયારે સવારે ગાયને શોધતા મૃત હાલતમાં ગાય મળી હતી અને આજુબાજુમાં દીપડાના મોટા પંજા પણ દેખાયા હતા અને દીપડો રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યો હોય ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું મુકવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application