દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના મકવાણા ફળિયામાં રહેતા, શનાભાઈ નરસિંહભાઈ તડવી (ઉ.વ.45) ના ઘરે ગામના મહેશભાઈ માનસીગભાઈ તડવીની પત્ની કપિલાબેન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. શનાભાઈ તડવી અને મહેશભાઈ તડવીની પત્ની કપિલાબેન એક વર્ષ પહેલાં ભાગી પણ ગયા હતા. ત્યાંથી બંને પ્રેમી પંખીડા પાછા કુકરદા ગામે આવી ગયા હતા. ત્યારબાદ કપિલાબેન તેના પતિ મહેશભાઈના ઘરે જતાં રહ્યાં હતાં. ત્યારબાદ પ્રેમી શનાભાઈના ઘરે કપિલાબેન ફરી રહેવા આવી ગયા હતા. જેથી મહેશભાઈ માનસીગ તડવી, કિરીટભાઈ મહેશભાઈ તડવી, ધમેશ ઉફૅ ધમેન્દ્ર જગદીશ તડવીએ આ વાતનું મન દુઃખ રાખી દેડિયાપાડા આવેલા જગદીશભાઈ કાલિદાસભાઈ તડવીને કહ્યું કે, તારા કાકા મારી પત્નીને ભગાડી ગયેલા છે અને તેને તમે ક્યાં સંતાડી દીધા છે, તેમ કહી જગદીશભાઈ સાથે ઝગડો કરી મારામારી કાર્ય બાદ 6 જેટલા વ્યક્તિઓ પૂર્વ આયોજિત કાવતરું રચી મહેશભાઈ અને કિરીટભાઈ તડવી લોખંડની પરાઈ તથા અન્યોએ લાકડીઓ લઈ મરનાર શનાભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં ઘુસી તેમને લોખંડની પરાઈ અને લાકડીઓ વડે માર-મારી માથામાં ગંભીર ઈજાઓ કરી જતા રહ્યા હતા.
ત્યારબાદ શનાભાઈને દેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી તેમને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ત્યાંથી પણ તેમને વડોદરા એસ.એસ.જી.ખાતે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા હત્યાનો ગુનો દાખલ થયો હતો.
આ ઘટના અંગે સોમીબેન કાલિદાસ તડવીની ફરિયાદના આધારે, હુમલો કરનાર 6 વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતા દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અજય ડામોરે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500