Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એ.પી.એમ.સી.ના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે થઈ ફરિયાદ, કુલ રૂપિયા 16.24 લાખનું નુકશાન

  • January 21, 2021 

નર્મદા જીલ્લાના દેડિયાપાડા એ.પી.એમ.સી.ના ગોડાઉનમાં બે દિવસ પહેલા લાગેલી આગ બાબતની ફરિયાદ બે દિવસ બાદ પોલીસ મથકે નોંધાઈ છે.

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર તા.17 મી જાન્યુઆરીના સવારે 10 વાગે ડેડીયાપાડા એપીએમસીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં લાખોના નુકશાનનો અંદાજ હતો. ત્યારે ત્યાં ફાયરના અભાવે સ્થાનિકોએ જેસીબી દ્વારા દીવાલો તોડી આગા ઓલવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગોડાઉનમાં મુકેલો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.

 

 

જેમાં બે દિવસ બાદ તા.19 મી જાન્યુઆરીના રોજ ગોડાઉન રાખનાર રાજકુમાર ગુપ્તાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી. જેમાં જણાવ્યા મુજબ શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં ગોડાઉનમાં મુકેલા ખાતર અને દવાનો મળી કુલ રૂપિયા 16,24,209/-નો જથ્થો બળી ગયો હતો. ડેડીયાપાડા પોલીસે ફરિયાદ બાદ જરૂરી તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application