Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાને સાસરીયા દ્વારા જાનથી મારવાની ધમકી આપતા 4 સામે ફરિયાદ

  • November 19, 2021 

નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં સુરવા ગામે એક વિધવા વહુને સાસરીયાઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિધવા મહિલાએ ચાર લોકો સામે તિલકવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.






બનાવની વિગર એવી છે કે, પ્રવિણાબેન સંદિપભાઈ બાબુભાઇ બારીયા પોતાના પિયરમાંથી સાસરીના ઘરે આવતા તેમના સાસુ તેમજ ફુવા સસરાએ અહીંયા કેમ આવેલ છે. તને રાખવાની નથી તું અહીંથી જતી રહે તેમ કહી ગમે તેવી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારેલ અને લાકડી વડે સપાટા મારી તથા મોઢાના ભાગે મારમારી હોઠમાંથી ચામડી ફાડી લોહી કાઢી ગમે તેમ ગાળો બોલી ઢિકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બનાવ અંગે પ્રવિણાબેનએ રેવાબેન બારીયા, ભાણાભાઇ બારીયા, જશીબેન બારીયા અને હેમંતભાઇ બારીયા વિરુદ્ધ તિલકવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application