સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે 753 બી પર અમિયાર ગામ પાસે મોડી રાત્રે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલકને ઈજાઓ પહોંચવા સાથે ટેમ્પો કલીનરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ સોમવારની રાત્રે સાગબારા ડેડીયાપાડા નેશનલ હાઇવે 753 બી પર અમિયાર ગામની સીમ પાસે મહારાષ્ટ્રથી કપાસ ભરીને ગુજરાતમાં જઈ રહેલ ટેમ્પો નંબર એમએચ/18/બીજી/2766 અને ગુજરાત માંથી મહારાષ્ટ્ર રાજ્ય તરફ માલ ભરીને જતી ટ્રક નંબર જીજે/25/યુ/9395 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ટેમ્પો ચાલક સમાધાન સંતોષ પાટીલ (રહે.હિંગોને ખુર્ડ પોસ્ટ,દોથવડ તા.અમલનેર, જિ.જલગાવ) નાને શરીરે ઈજાઓ પહોંચવા સાથે બંને પગમાં ફેક્ચર થતા અને કલીનર વિકાસ પ્રહલાદ પાટીલ (રહે.હનુમંત ખેડા,તા.એરંડોલ,જિ. જલગાવ) નાને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું.જયારે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને શરીરે ઈજાઓ પહોંચવા સાથે બંને પગ ફેક્ચર થતા તેને સારવાર અર્થે પ્રથમ સાગબારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે કલીનરને શરીરે ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળે જ મોત નીપજાવી ટ્રક ચાલક ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોનું આખેઆખા કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે મોડીરાત્રે સર્જાયેલા અકસ્માતમાં નેશનલ હાઇવે પર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી જતા આખી રાત ટ્રાફિક જામ સર્જાયો હતો. જે વહેલી સવારે ખુલતા વાહન વ્યવહાર શરૂ થતા વાહન ચાલકોએ હાશકારો લીધો હતો. અકસ્માત સર્જાતા નજીકના ગામ લોકોને થતા સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે અકસ્માત વિજય પાટીલે (રહે.ભીરદાને, જિ.ધુલિયા) નાએ સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application