નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડીગ્રીના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટર નર્મદાનાં સાગબારા અંતરિયાળ વિસ્તારમાંથી પકડાયો હતો. નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આ સંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટરને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની અંદર આરોગ્યની સેવાઓ ઘણા વિસ્તારમાં ઓછી હોય છે. જેના લાભ લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર દેવમોગરા ગામ પાસે નાલાકુંડ ગામ ખાતે એક બોગસ ડોક્ટર દિબાકાર વિશ્વાસ જે પોતાની હાટડીઓ ખોલીને પોતે ડોક્ટરની ડિગ્રી ધરાવતો ના હોવા છતાં સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.
ત્યારે નર્મદા જિલ્લાના એસપી માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમ ડોક્ટરોને સાથે રાખીને સાગબારા તાલુકાના દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસ બોગસ ડોક્ટરોને ઝડપી પાડયો હતો. જયારે આ બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને તેની પાસે ડોક્ટરની ડીગ્રી નહોતી અને જે ડિગ્રી હતી તે બોગસ હોવાનું જાણવા મળેલ હતું. આમ, બોગસ ડોક્ટરને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application