ડેડીયાપાડાના દાભવણ ગામે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ડુમખલ દ્વારા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે દાભવણ ગ્રામ પંચાયતનાં સરપંચ અને પીએચસી ચિકદાના આરોગ્ય કર્મચારી અને ગ્રામ્ય કોરોના રક્ષકોની અધ્યક્ષતા ગ્રામસભા યોજાઈ હતી. જેમાં નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થાના અધ્યક્ષ ભરત એસ.તડવી દ્વારા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કોરોના જાગૃતિ અંગેની સમજણ અપાઈ હતી સાથે સ્થાનિક વિસ્તારમાં કોરોના કાળમાં ત્રીજી લહેરની સભાનતા અને જાગૃતિ અંગેની સમજણ સાથે ૧૦૦ ટકા વેક્સિન અંગેની સમજણ પણ અપાઈ હતી અને ગ્રામ સભાના માધ્યમથી ગ્રામ્ય નિર્માણ યોજના અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ, ગાંધી જન્મ જયંતિ નિમિતે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાખેલ આંખ તપાસ કેમ્પમાં ૧૦૯ જેટલી ઓપીડી દર્દીઓને આંખ તપાસ કરી સારવાર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application