રાજપીપળા ચોકડીનાં ઓવરબ્રિજ ડિવાઇડર કૂદી એક ટ્રક રાજસ્થાન જતી લક્ઝરી બસને અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતનાં પગલે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર એક બસ વડોદરા તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન સુરત તરફ જઈ રહેલા એક ટ્રકના ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કુદાવી સામે પસાર થઇ રહેલી મુંબઈ-રાજસ્થાન તરફ જતી સ્લીપર કોચ બસ સામે ધસી આવી હતી. જયારે બસ ચાલક અકસ્માતથી બચવાના પ્રયાસ કરે તે પહેલા બસની પાછળના ભાગે ટ્રક ધડાકાભેર અથડાઈ ગયો હતો અને અંદર સુતેલા ઠાકોર પરિવાર સહીત 6 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડી હતી.આ અકસ્માતમાં નરેશભાઈ ઠાકોરના 11 વર્ષીય પુત્ર પિયુષનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે તેના નરેશભાઈ તેમની પત્ની અને અન્ય 3 મુસાફરોને ગંભીર ઇજા થતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતના સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. બનાવ અંગે શહેર પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. બનાવ અંગે બસ ચાલાક ઉદિન શૈનની ફરિયાદ આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જયારે અકસ્માતના કારણે સર્જાયેલી ટ્રાફિક જામ હળવો કરવા બને અકસ્માતગ્રસ્ત વાહનો ને ક્રેન ની મદદ થી બ્રિજ નીચે ખસેડ્યા હતા. અકસ્માત ટ્રકની બ્રેક ફેલ થતા અથવા ચાલક ઉંધુ નું ઝોકું આવી જતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો તે અંગે પોલીસે ટ્રક ચાલક ની પૂછપરછ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application