નર્મદા જિલ્લામાં 5 હજારથી વધુ હયાત પેન્શનરો છે જેમને સરકારના નિયમ પ્રમાણે દર જૂન મહિમામાં પોતે હયાત છે તેનું સાર્ટિફિકેટ બેંકમાં આપવાનું હોય છે. જેમાં બેંકમાં ફોર્મ ભરીને આપવાનું હોય છે અને બેંકે આ ફોર્મ ભેગા કરી ટ્રેઝરીમાં મોકલે છે. ટ્રેઝરી શાખા આ ફોર્મના આધારે પેન્શન જેતે નિવૃત કર્મચારીના ખાતામાં જમા કરાવે છે. જોકે, રાજપીપળાની એસબીઆઈ શાખાએ લગભગ 348 જેટલા ફોર્મ પોતાની પાસે મૂકી રાખ્યા હતા અને ટ્રેઝરીમાં ફોર્મ આવ્યા નહિ અને ઓનલાઇન થયા નહિ આવી બેંકોની ભૂલને કારણે ટ્રેઝરી કચેરી પર ભીડ વધી છે. વૃદ્ધ વ્યક્તિ પણ ટ્રેઝરીના ધક્કા ખાવા લાગ્યા એટલે ટ્રેઝરી ઓફિસરે બેંકોનો સંપર્ક કરાતા ફોર્મ મેળવી ઓનલાઇન કરી એક જ દિવસમાં 457 પેન્શનરોનું પેન્શન ટ્રેઝરીએ કરી દીધું હતું. જોકે બેન્કો આવી ભૂલો કરે જેનાથી ગ્રાહકો પરેશાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application