Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ

  • February 22, 2021 

સાગબારાનાં કોડબા પાસે હાઈવે પર કાનમાં ઈયરફોન લગાવી બાઈક ચાલકે બસ સાથે અથડાતા અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બસને નુકશાન તથા અકસ્માત ગુનાની ફરિયાદ સાગબરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ફરિયાદી કલ્પેશભાઈ સતીષભાઈ ચૌધરીએ બાઈક ચાલક ઈન્દ્રસિંગ કરણસિંગ તડવીની (રહે.વિરપોર,તા.અક્કલકુવા,નંદુરબાર) સામે ફરિયાદ કરી હતી કે, ઈન્દ્રસિંગ પોતાની હીરો હોન્ડા બાઈક નંબર જીજે/16/એકે/1231 ઉપર પોતાની બંને કાનમાં ઈયરફોન નાખેલી હાલતમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પોતાની સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કલ્પેશભાઈની બસ નંબર જીજે/18/ઝેડ/0121નાં આગળના વચ્ચોવચ્ચ ભાગે અથડાવી દેતા બસને નુકશાન થયું હતું. આ બનાવ અંગે સાગબારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application