નર્મદાના ડેડીયાપાડા તાલુકાના દુથર ગામે ભારે વરસાદના કારણે ફુલસર ગામથી દુથર ગામની વચ્ચે આવેલો કોઝવે તુટતા તાલુકા મથક ડેડીયાપાડા ખાતે પહોંચવા માટેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા રાહદારીઓને તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જયારે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીને લઇ જવા માટે 108ની સુવિધા ફુલસર ગામ સુધી મળે એમ હતી તેથી દુથર ગામ સુધી સરકારી સુવિધા પહોંચી શકતી ન હોવાને કારણે ગ્રામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદી માહોલ વચ્ચે દુથર ગામની રહેતી લલીતા ગણેશ વસાવા (ઉ.વ.26) જેઓને પ્રસુતિની પીડા ઉપડતા તેમને દુથર ગામથી ઝોળી બનાવી ઉંચકીને ફુલસર ગામ સુધી લાવવામાં આવ્યા હતા. ફુલસર ગામે 108ના કર્મીઓ દ્વારા લલીતાબેનને એડમિટ કરી ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application