Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે મોટર સાઈકલને ટક્કર મારતા જીઆરડી જવાનનું ઘટના સ્થળે મોત

  • January 25, 2021 

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામ પાસે સવારે એક ટ્રકે મોટર સાઈકલ પર સવાર જીઆરડી જવાનને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

આમથેલા પોલીસ સ્ટેશનમાં કનુભાઈ જેઠાભાઈ વસવાએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ તેમનો ભાઈ નીલેશ જેઠાભાઈ વસાવા રાજપીપળાથી પોતાની ફરજ પૂરી કરી પરત નવાગામ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે ખામર તરફથી રેતી ભરી આવી રહેલી ટ્રક નંબર જીજે/21/વી/1319નો ચાલકે જીઆરડીની મોટર સાઈકલને ટક્કર મારતા નીલેશ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી છુટ્યો હતો. આમથેલા પોલીસે ટ્રક ચાલક વિરુધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application