Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં 2 ને ગંભીર ઇજા

  • February 21, 2021 

નાંદોદ તાલુકાના ખુટાઆંબા ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવા ટ્રકે મોટર સાઈકલ અડફેટે લેતાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ કરી ટ્રક લઈ નાસી જતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

 

 

મહેશભાઈ પરાગભાઈ વસાવા રહે.નાના રાયપરા તા.નાંદોદની ફરિયાદ મુજબ મહેશભાઈ અને તેમના મિત્ર મોટરસાઈકલ નંબર GJ/22/K/1190 લઈ જઈ રહ્યા હતા. તે સમયે ખુટાઆંબા ગામ પાસે હાઈવા ટ્રક નંબર DN/09/S8/9226ના ચાલકે ટ્રકને ગલાફતભરી અને પુરઝડપે હંકારી લાવી મોટરસાઈકલને અડફેટે લેતા મોટરસાઈકલ પર સવાર મહેશભાઈ વસાવા તથા કિશનભાઈ દિલીપભાઈ વસાવાને ગંભીર ઇજાઓ કરી નાસી જતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application