ડેડીયાપાડા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 753/B ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે ટ્રક તેમજ આઇસર ટેમ્પો વચ્ચે ગતરોજ વહેલી સવારના 6.30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે પોતાના કબ્જાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આયસર ટેમ્પોને અથડાવી અકસ્માત કર્યો હતો.
જેમાં આઇસર ક્લીનર ભાસ્કર બાબુરાવ દાની (રહે.મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે આઇસર ટેમ્પોનાં ચાલક મોહસીન મજીદ શેખ (રહે.મહારાષ્ટ્ર) નાને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application