નર્મદાના નાંદોદ તાલુકાના ખામર નજીક આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળ પર કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 3 લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમલેથા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ, ગત તા.02નાં રોજ એક આઇશર ટેમ્પોનો ચાલક શ્યામ સૂકા પાટીલ કપાસ ખાલી કરી પરત ફરતા હતા.
તે સમયે તેમના કબ્જાનો ટેમ્પો પુરઝડપે હંકારી લાવતા ખામર પાસે ટેમ્પો પલટી ખાઈ જતા ચાલાક શ્યામ સૂકા પાટીલ અને ક્લીનર યુવરાજ પલટી ખાઈ ગયેલા ટેમ્પો નીચે દબાઈ જતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કેબિનમાં બેઠેલા ત્રણને ઇજાઓ થતા 108ની મદદથી રાજપીપળા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આમલેથા પોલીસે ટેમ્પો ચાલક શ્યામ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500