રાજપીપળા શહેરના વડિયા જકાતનાકા પાસે આવેલા રાજ તિલક કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલી કેટા કાર નંબર જીજે/22/એચ/9018ની પાછળની સાઈડ પર મુકેલી લેધરની ઓફીસ બેગમાં રોકડા રૂપિયા 1,90,000/- તથા અલગ -અલગ ગાડીની ઓરીઝનલ આર.સી.બુક, ઈસ્યોરન્સની નકલો, બેંક ખાતાની ચેક બુકો,એટીએમ કાર્ડ, પાસબુકો,આધાર કાર્ડ, પાન કાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા અન્ય ડોકયુમેન્ટ મુકેલ હતા. જે બેગ કોઈ અજાણ્યો વ્યક્તિ ગાડીના કાચ તોડી તેમાંથી ચોરી કરી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે હરદિપપાલસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ (રહે.ગોપાલપુરા) એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરીની શોધખોળ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જોકે હજુ સુધી આ બનાવમાં કોઈ ચોર ઝડપાયો નથી માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500