Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફુલસર ગામની હદ માંથી 1.20 લાખનો દારૂ ઝડપાયો

  • February 09, 2021 

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટિમ નાઈટ  પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ  બાતમીનાં આધારે, સુરતાનભાઇ મોહનભાઇ વસાવા(રહે.ગીચડ ,તા.દેડીયાપાડા) એ તેના માણસ જગદીશભાઇ પાંચીયાભાઇ વસાવા (રહે. પટેલ ફળીયા,ફુલસર,તા.દેડીયાપાડા) સાથે મળીને ફુલસર ગામની સીમમાં જંગલ જમીન વાળા ખેતરમાં ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને આ દારૂનો જથ્થો સુરેશભાઇ ઇશ્વરભાઇ વસાવા(રહે.માંડણ તા. નાંદોદ) લેવા આવેલ છે.

 

 

 

તેવી બાતમી મળતા પોલીસ સબ ઇન્સ પેકટર  એ.આર.ડામોર સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્રણ થી ચાર માણસો પોલીસની ગાડીઓની લાઇટો દુરથી જોઇ અંધારાનો લાભ લઇ જંગલ ઝાડીમાં નાસી ગયા હતા. પરંતુ આ જગ્યા પર વ્હીસ્કીની પેટીઓ નંગ -21માં બાટલી ઓ નંગ 1050 જેની કીંમત રૂપિયા 1,05,000/- તથા એક હોન્ડા કંપનીની શાઇન મોટર સાઈકલ નંબર જીજે/22/ડીબી/5666  જેની કિંમત રૂપિયા 15,000/- મળી કુલ રૂપિયા 1,20,000/-નો પ્રોહી.મુદ્દામાલ જપ્ત કરી-સુરતાન મોહનભાઇ, જગદીશભાઇ પાંચીયાભાઇ વસાવા, ખેતર માલીક મુળજીભાઇ રતીયાભાઇ વસાવા અને ઇગ્લીશ દારૂ લેવા આવનાર સુરેશભાઇ ઇશ્વરભાઇ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application