રાજપીપળા પાસેનાં ગામની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક યુવકે છેડતી કરતા 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરતા અભયમ રેસ્ક્યું ટીમ રાજપીપળા તાત્કાલિક સ્થળ પર પહોચી યુવકને કાયદાની ચેતવણી આપતાં યુવકે પોતાની ભૂલ કબૂલી અને હવે પછી કોઈ હેરાનગતિ નહી કરુ તેની ખાત્રી પણ આપી વિધાર્થીની પાસે ભૂલ બદલ માફી પણ માંગી હતી.
મળતી માહિતી મુજબ, રાજપીપળા અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થિની સાથે અપડાઉન કરતા યુવક સાથે મિત્રતા થઇ હતી અને જેઓ સાથે જ અપ-ડાઉન કરતા હતાં. પરતું આ વિદ્યાર્થિની બીજા વિદ્યાર્થી પાસે નોટબુક કે અસાઇમેન્ટ માંગે તો યુવક વહેમ રાખી તેને મારઝૂડ કરતો જેથી વિધાર્થીનીએ યુવક સાથે સંબંધ તોડી નાખ્યા હતા.
તેમ છતા યુવક મોબાઈલમાં કોલ મેસેજ મોકલતો હતો અને જેનો કોઈ પ્રત્યુતર નહીં મળતા યુવક તેને રસ્તામાં રોકી બળજબરી પૂર્વક સબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થિનીએ ના પાડતા ઉશ્કેરાયેલ યુવકે વિધાર્થીનીને પકડી મારઝૂડ કરેલ હતી.
જોકે, વિદ્યાર્થિનીએ આખરે બચવા માટે 181 મહિલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. જેમાં અભયમ ટીમે યુવકને પકડી આ રીતે હેરાન કરવી એ કાયદાકીય ગુનો બને જેની સજા થઇ શકે અને તેની વિરૂદ્ધ ગુનો દાખલ થઈ શકે છે જેથી યુવકે પોતાની ભૂલ કબૂલી વિદ્યાર્થિની પાસે માફી માંગી અને હવે પછી કોઈ હેરાનગતિ નહી કરું જેની ખાત્રી આપી હતી.
જેથી વિદ્યાર્થિનીએ આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતી ના હોવાથી સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થિનીને મળેલ મદદ બદલ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500