Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારે વરસાદનાં કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી

  • July 24, 2024 

સુરત શહેર જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદનાં કારણે સ્કૂલોમાં રજા જાહેર કર્યા બાદ આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ આગાહી વચ્ચે આજે બુધવારે સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. પરંતુ નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલી રહી હોવાથી આજે કોલેજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.


પરંતુ આજે નર્મદ યુનિવર્સિટીના રજીસ્ટર આર.સી.ગઢવીએ એક સર્ક્યુલર જારી કરીને હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને  તારીખ 24/07/24 અને 25/07/24ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ (પૂરક, Physiotherapy તેમજ અન્ય) મુલતવી રાખી હતી. આ પરીક્ષા પાછળથી લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર કરવામાં આવશે. વધુમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જે તે કોલેજ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય કરી શકશે અને લીધેલ નિર્ણયની અત્રે જાણ કરવાની રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News