જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે ‘વતન પ્રેમ યોજના’ હેઠળ રૂ.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત લાયબ્રેરીનુ લોકાર્પણ કરાયું હતું. વર્ગ ૧-૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ભટગામ સહિત આજુબાજુના ગામના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નિર્મિત લાયબ્રેરી રાજ્ય સરકારની ‘વતન પ્રેમ યોજના’ અંતર્ગત જિલ્લાનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો છે. ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં બનેલી આ લાયબ્રેરી ૫૦ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ધરાવે છે. તેમાં મુળભૂત સુવિધાઓની સાથે વર્ગ-૧, ૨ અને ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ગુજરાતી અને હિન્દી ભાષાના આશરે ૪૫૦થી વધુ પુસ્તકો છે. તેમજ વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ૨૪ કલાક કાર્યરત રહેશે.
મૂળ અમરેલીના પરંતુ વર્ષોથી યુ.એસ.એ.માં સ્થાયી થયેલા પંડયા પરિવારના મનીષા પંડયાએ બારડોલીના મુકુલ ટ્રસ્ટ દ્વારા ‘વતન પ્રેમ યોજના’ હેઠળ ગામમાં લાયબ્રેરીના નિર્માણ માટે રૂ.૧૦.૫૦ લાખનું અનુદાન આપ્યું. અને રૂ.૭ લાખનાં રાજ્ય સરકારના અનુદાનથી નવીન લાયબ્રેરીનું નિર્માણ કરાયું છે. અહીં નોંધનીય છે કે, ‘વતન પ્રેમ યોજના’નો મુખ્ય ધ્યેય પરદેશમાં રહેતા વતનપ્રેમી લોકોને માતૃભૂમિનું ઋણ ચૂકવવાની તક આપવાનો છે. જેમાં સરકાર, દાતાઓ તેમજ ગામના લોકો વચ્ચે જન કલ્યાણ-વિકાસકીય ત્રિવેણી સંગમ થકી ગામમાં સુવિધાઓ વધારી ગામની જીવંતતા વધારવાની કલ્યાણકારી ભાવના છે. એન.આર.આઈ.દાતાઓ વતનમાં સુવિધા કે વિકાસ પ્રોજેક્ટ નિર્માણ કરવા ઇચ્છતા હોય તો તે માટે થનાર કુલ ખર્ચના ૬૦ ટકા દાતાઓ વાહન કરે છે, જયારે ૪૦ ટકા રાજ્ય સરાકાર તરફથી સહાય મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application