હરિયાણામાં નાયબ સિંહ સૈની સરકાર સંકટમાં આવી ગઈ છે, સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. હરિયાણા કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. હરિયાણા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાને કહ્યું કે હરિયાણા વિધાનસભાની વર્તમાન સંખ્યા 88 છે. ભાજપના 40 સભ્યો છે. અગાઉ ભાજપ સરકારને જેજેપી અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ હવે જેજેપી અને અપક્ષો સાથ છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં સૈની સરકારે બહુમતી ગુમાવી દીધી છે અને તેમને એક મિનિટ પણ સરકારમાં રહેવાનો અધિકાર નથી.
લોકસભા ચૂંટણી દરમિયાન, હરિયાણાની ભાજપ સરકારને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીરસાંગવાન, રણધીર ગોલન અને ધરમપાલગોંદરે પોતાનું સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય કર્યો. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રોહતકમાંહરિયાણાના પૂર્વ સીએમભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ઉદય ભાનની હાજરીમાં અપક્ષ ધારાસભ્યોએ આ જાહેરાત કરી હતી.
અપક્ષના ધારાસભ્ય ધરમપાલગોંડરે કહ્યું હતું કે, અમે હવે સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહ્યા છીએ અને કોંગ્રેસને અમારું સમર્થન આપી રહ્યા છીએ. અમે ખેડૂતોનામુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે. જ્યારે ઉદય ભાને કહ્યું, ત્રણ અપક્ષ ધારાસભ્યો સોમબીરસાંગવાન, રણધીર ગોલન અને ધરમપાલગોંડરે ભાજપ સરકારમાંથી તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે અને કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
રોહતક લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ભાજપની વિરુદ્ધ થઈ ગઈ છે. પરિવર્તન નિશ્ચિત છે. ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. તેઓએ 48ધારાસભ્યોની યાદી આપી છે, જેમાંથી કેટલાકે રાજીનામું આપી દીધું છે કારણ કે તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેટલાક અપક્ષ ધારાસભ્યોએ આજે ભાજપમાંથી ટેકો પાછો ખેંચી લીધો અને કોંગ્રેસને સમર્થન આપ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500