Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NPCIL કાકરાપાર તથા 15માં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ મિની ફાયર ટેન્ડર, 2 રેસ્ક્યુ બોટ, 20 લાઇફ જેકેટ અને 18 લાઇફ રીંગની ભેટ માંડવીને મળી

  • July 16, 2023 

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે માંડવી નગરપાલિકા ખાતે મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં NPCIL (ન્યુક્લિઅર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)કાકરાપાર તથા 15માં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.41.50 લાખની સાધન સામગ્રી જેવી કે રૂ.28 લાખનું મિની ફાયર ટેન્ડર, રૂ.21.30 લાખની રેસ્ક્યુ બોટ (નંગ-2), રૂ.32 હજારના લાઇફ જેકેટ(નંગ-20), રૂ.30.33 હજારની લાઇફ રીંગ(નંગ-18)ની માંડવી નગપાલિકને ભેટ આપવામાં આવી હતી.


આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ ગુજરાતની પાવન ધરા પર જન્મેલા પ્રેરણાદાયી વ્યક્તિઓનાં ઉદાહરણ આપતા દેશના વિકાસમાં તેમના વિશેષ ફાળા વિષે જણાવ્યુ હતુ. જેમાં અહિંસાના આગ્રહ સાથે દેશને ગુલામીમાંથી આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીજી અને તેમની મક્કમતાની વાત કરી હતી.


તો વિશ્વ ફલક પર દેશનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેમના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના વિકાસને વેગવંતુ બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પારદર્શક કાર્યપ્રણાલીથી છેવાડાના ગામડાઓ સુધી પહોંચેલી સુખ સુવિધા માટે સરકારની કાર્યનિષ્ઠા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૨-૨૩મા માંડવી નગરપાલિકામાં કરોડોના આશરે ૧,૧૬૪ વિકાસ કાર્યો થશે.


તેમજ સરકારના સુઆયોજનથી આવનારા પાંચ વર્ષમાં માંડવી નગરપાલિકાને એ-ગ્રેડમાં પહોંચાડવા માટે કાકરપાર અણુમથકને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ NPCL કાકરાપાર અણુમથક દ્વારા માંડવી નગર પાલિકાને અર્પણ કરાયેલા મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટ વિષે માહિતી આપતા જણાવ્યું કે, આગ કે પુર જેવી આફતોમાં આ સાધનો ખૂબ ઉપયોગી નીવડશે. તેમણે કહ્યું કે, કાકરાપાર અણુમથકના સહયોગથી માંડવીના તણસાણાથી બિસામુંડા સર્કલ સુધી સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવશે અને ટુંક જ સમયમાં નવુ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application