Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનવ તસ્કરી કેસમાં એનઆઈએ દ્વારા વડોદરામાં અલગ-અલગ સ્થળો પર દરાડો

  • May 31, 2024 

માનવ તસ્કરી કેસમાં ગુજરાતનાં વડોદરા શહેરમાં એનઆઈએ દ્વારા અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએ દ્વારા એક વ્યક્તિ મનીષ બળવંતરાય હિન્ગુ (ઉ.વ.30)ની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મનીષ હિંગૂને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ 200 લોકોને વિદેશ મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું હતું. સમગ્ર દેશભરમાંથી લોકોને છેતરીને કંબોડિયા મોકલ્યા હતા. આ માનવ તસ્કરી કેસના બે લોકો માસ્ટર માઇન્ડ છે બિહારનો ક્રિષ્ના પાઠક અને કંબોડિાનો વીક્કી જેઓએ કંબોડિયામાં ચાઈનીઝ ઠગોનું સામ્રાજ્ય છે.


તેમજ સાયબર ફ્રોડમાં 60 ભારતીયોનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ભારત અને કંબોડિયાનાં એજન્ટો 2000 ડોલર કમાવવા માનવ તસ્કરીનો ખેલ ખેલતા હતા. તેમજ ભારતીય યુવકોને તેમનાં કામ બાબતે અંધારામાં રાખવામાં આવે છે. તેમજ પોલીસથી બચવા ઓનલાઈન ઠગો ભારતીય યુવકોને નવો મોબાઈલ આપે છે. તેમજ યુવકોને વિયેતનામ અને થાઈલેન્ડના સીમકાર્ડ આપે છે. જે લોકો કમાવી આપે તેમને પ્રોત્સાહન મળે છે. તેમજ જે ભારતીય યુવકો રેકેટમાં સગયોહ નથી આપતા તેમના પર અસહ્ય ત્રાસ ગુજારાય છે. યુવકોને ગોંધી રાખી ત્રાજ ગુજારવામાં આવે છે. આ સમગ્ર મામલે એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એનઆઈએની ટીમ ફરી વડોદરા આવશે અને તપાસ કરશે.


જોકે આ માનવ તસ્કરી કેસમાં ફરિયાદીને એક રૂમમાં ગોંધી રાખી તેને ધમકીઓ આપે તેમજ તેની સાથે છેંતરપિંડી કરી બે હજાર ડોલર બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા. તેમજ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ એમડી મનીષ હિંગું, ક્રિષ્ણા પાઠક અને વિયેતનામાં વિક્કીનામનાં એજન્ટે નોકરી આપવાની લાલચ આપી ભારતમાંથી વિયેતનામ અને કંબોડિયા લઈ જઈ માનવ તસ્કરી કરી ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી લઈ છેંતરપીંડી આચરી હતી. આ કેસમાં પોલીસે મનીષ બળવંતરાય હિંગુંની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવશે જેથી આ આખા રેકેટમાં હજી કેટલા લોકો સામેલ છે તે અંગે મોટા ખૂલસાઓ થવાની શક્યતાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application