Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના અનેક જિલ્લાઓમાં NIA એ દરોડા પાડ્યા,નવસારીની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને પણ ઉઠાવ્યા

  • August 01, 2022 

ISISના છેડા મળતા ગુજરાતના ચાર જિલ્લાઓમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સી)એ દરોડા પાડ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારીમાં NIAએ દરોડા પડી તપાસ શરૂ કરી છે. સુરત,ભરૂચના આમોદ અને કંથારિયામાં શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે તેમજ નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાના સમાચાર  છે, જેમને તપાસ માટે સુરત લઇ જવામાં આવ્યાં છે. આ સાથે અમદાવાદમાં મદ્રેસા સ્કૂલમાંથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. 



ભરૂચમાં દરોડા

ભરૂચ જિલ્લાના આમોદમાં મૌલાના અમીન અને તેના પિતાની પુછપરછ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. દરોડામાં NIAને ઘણા દસ્તાવેજો અને પુરાવા મળ્યા છે. 


નવસારીમાં દરોડા

 NIAએ નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે.સોશ્યલ મીડિયામાં કરેલા મેસેજને આધારે NIA,ATS  અને સેન્ટ્રલ આઈબીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે. આ ચારેય વિદ્યાર્થીઓને સુરત લઈ ગયા હોવાની વાત છે, જો કે સત્તાવાર માહિતી સામે નથી આવી. 

અમદાવાદમાં દરોડા

ઇમદાદઉલ્લા  સ/ ઓ અબ્દુલ સત્તાર શેખ રહે.39, ત્રીજો માળ,નંદન સોસાયટી ગેટ.02 શાહપુર અમદાવાદ શહેરની તાપસ શરૂ છે. આ ઉપરાંત હમાર અને ઇકબાલ બન્નેની મદરેસા સ્કૂલમાંથી ધરપકડ કરવામાં આવી. અમાર નામનો ત્રીજો દીકરો રોજ રાત્રે આવતો અને સવારે જતો રહેતો હતો તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. દરોડા પાડવામાં આવેલા સ્થળો સાથે આતંકવાદી ગતિવિધિઓનું કનેક્શન સામે આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application