ગઝવા અલ હિંદ કેસમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મોબાઈલ, સીમ સહીતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાપીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
એનઆઈએ ગુજરાતના ગઝવા અલ હિંદ કેસમાં પોતાનો સકંજો કસ્યો છે એનઆઈએની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઝવા-એ-હિંદ આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે મળીને કામ કરે છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિને ડામવા માટે એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દેશના 3 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના આ વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. બોટાદના રાણપુરામાં પણ એનઆઈએનું સર્ચ ઓપરેશન સામે આવ્યું હતું. પોલીસ, એસઓજીને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવ્યું છે.
દેશ વિરોધી ગતિવિધીઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.આ કેસ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રભાવશાળી યુવાનોને હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેરવાનો છે. સર્ચ કરાયેલા સ્થળોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી બનેલા યુવાનોના રહેણાંક વિસ્તારોમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500