Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકોને હવે NHAI મિનરલ વોટર કરતા પણ શુદ્ધ પીવાનું પાણી આપશે

  • June 20, 2022 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (NHAI) હવે હાઈવે નિર્માણની સાથે સાથે લોકોને શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું છે. આ પાણી પર્વતોમાં ઉપલ્બ્ધ જડીબુટ્ટીઓમાંથી આવશે, તેથી આ પાણી મિનરલ વોટર કરતા પણ વધારે શુદ્ધ હશે જે ઔષધીનું પણ કામ કરશે. જોકે આ પાણી બિલકુલ ફ્રી હશે અને પર્વતોમાં રહેતા લોકોને જ મળશે. પાયલોટ પ્રોજેક્ટની અંતર્ગત આ પ્રયોગ કરવામાં આવશે. ભવિષ્યમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ તમામ ટનલોમાં કરવામા આવશે.



પર્વતીય વિસ્તારોમાં જમીનમાંથી પાણી કાઢવું એક પડકાર છે કારણ કે, ત્યાં બોર બનાવવા મુશ્કેલ છે અને ખડકોમાંથી પણ પાણી નીકળતું નથી. NHAI પર્વતીય વિસ્તારોમાં હાઈવે માટે પર્વત કાપીને ટનલ બનાવે છે. પર્વતોના વચ્ચેના ભાગમાં પાણી ભરાયેલું હોય છે જે સતત વહેતું રહે છે. NHAIએ પર્વતોમાંથી નીકળતા આ પાણીને એકત્ર કરીને હિમાચલ પ્રદેશના શિમલા ખાતે પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી પ્રમાણે જે જગ્યાએથી પાણી નીકળે છે ત્યાં પાઈપ લગાવીને ટનલ મારફતે બહાર લાવવામાં આવશે.



જયારે પાણીને એકત્રિત કરવા માટે ટાંકીઓ બનાવવામાં આવશે જેમાં સતત પાણી ભરાતું રહેશે. આ પાણીને આસપાસમાં રહેતા ગ્રામજનો ઉપયોગ કરી શકશે. NHAIનાં હિમાચલ પ્રદેશના રીજનલ ઓફિસરે જણાવ્યું કે, રોજનું 50-60 હજાર લીટર પાણી એકત્ર કરવામાં આવશે. જો પર્વતોમાં વધુ પાણી હશે તો પાણીની માત્રા વધી શકે છે.



આ પાણી બિલકુલ શુદ્ધ અને નેચરલ મિનરલ વોટર જેવું છે જેને સીધું વાપરી શકાય છે. આ પાણી ઔષધીનું કામ કરશે. અત્યાર સુધી પાણી પહાડોમાં બનેલી ટનલમાંથી નીચે ટપકતું હતું. તેને એકત્ર કરીને બાજુમાં બનાવેલા નાળાઓમાં છોડવામાં આવતું હતું. ત્યાંથી આ પાણી ખીણોમાં વહીને નીચે જતું રહેતું હતું. અગાઉ આ પાણીનો સંગ્રહ કરવામાં આવતો ન હોવાથી તે કોઈના કામમાં નહોતુ આવતુ. NHAIનાં હિમાચલ પ્રદેશના રીજનલ ઓફિસરે જણાવ્યું કે, આ એક અનોખી પહેલથી અમે વેડફાતા અમૂલ્ય પાણીનો બચાવી શકીશું. આ પાણી લોકોને પીવા અને અન્ય જરૂરિયાતો માટે આપી શકીશું. આ ટેકનોલોજી આગામી તમામ ટનલ પ્રોજેક્ટમાં લાગુ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application