Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદે હિંસક વલણ લેતા રોષે ભરાયેલા NCPનાં શરદ પવારે આક્રમક ભૂમિકા લીધી

  • December 07, 2022 

છેલ્લાં અનેક વર્ષોથી વણઉકેલાયેલા રહેલા મહારાષ્ટ્ર કર્ણાટક સીમા વિવાદે આજે હિંસક વળાંક લીધો હતો ને સીમાવર્તી ભાગમાં ભારે તંગદિલી ઊભી થઈ હતી. બેલગામ સહિત અક્કલકોટ વિસ્તાર પર કર્ણાટકનાં મુખ્ય પ્રધાન વસવરાજ બોમ્માઈએ દાવો કર્યા બાદ બેલગામ નજીક કન્નડ રક્ષણ વેદિકે નામનાં સંગઠને મહારાષ્ટ્રની 6 ટ્રકો ઉપર જોરદાર પથ્થરમારો કર્યો હતો. મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવતા વાહનોને રોકવામાં આવ્યા હતા. કર્ણાટકમાં મહારાષ્ટ્રની ટ્રકો ઉપર પથ્થરમારો થતાં પુણેનાં સ્વારગેટ પર શિવસેના (ઉધ્ધવ) જૂથનાં કાર્યકરોએ કર્ણાટકનાં વાહનો ઉપર કાળો રંગ ચોપડયો હતો અને કાળા વાવટા લગાડી જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.



એનસીપીના મોભી શરદ પવારે સીમા-વિવાદનો 48 કલાકમાં ઉકેલ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. બેલગામનાં હિરેબાગવાડી ટોલનાકા પર કન્નડ રક્ષણ વેદિક સંગઠન દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય ટ્રકો પર શાહી છાંટવામાં આવી હતી. મહારાષ્ટ્રના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈ આજે બેલગામની મુલાકાતે જવાના હતા. તેના પાર્શ્વભૂમિ પર આજે કન્નડ સંગઠનનો વિરોધ અને મંત્રીઓને પાછા મહારાષ્ટ્રમાં મોકલવા માટે બેલગામનાં સીમા ઉપર મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો અને સુવ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થવાથી મહારાષ્ટ્રના મંત્રીઓ  બેલગામની મુલાકાત સ્થગિત કરી હતી. કન્નડ સંગઠને લીધેલા હિંસક વલણથી હવે મહારાષ્ટ્રમાં જોરદાર વિરોધ પ્રગટ થયો છે. 



કર્ણાટકે હાલમા મહારાષ્ટ્રના કેટલાક ગામડા પર પોતાનો દાવો ઠોકવાનું શરૂ કર્યું છે. પરિણામે કડવાશનો નવો દોર શરૂ થયો છે. જોકે બંને રાજ્યોમાં એક પાર્ટી એટલે કે ભાજપની સત્તા છે. આજે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન દેખાવકારોએ પારંપારિક કન્નડ અને કર્ણાટક ઝંડો બતાવીને ટ્રાફિક અટકાવ્યો હતો,  પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ  તૈનાત હતી પણ  દેખાવકારો એટલા બધા તોફાને ચઢી ગયા હતા કે  પોલીસને ધક્કા મારીને રસ્તા પર રીતસર સૂઈ ગયા હતા.



ગત થોડાક દિવસથી બેલગામ અને સીમા ભાગનો પ્રશ્ન ખૂબ જ વકર્યો છે. કર્ણાટકનાં મુખ્યપ્રધાન દ્વારા બેફામ નિવેદન થતાં હોવાનો આરોપ કરાય છે. બેલગામમાં એક સપ્તાહ પૂર્વે સીમા પર હિંસકનો મામલો સામે આવ્યો હતો. ત્યારે એક  કોલેજમાં કાર્યક્રમમાં જ્યારે કન્નડ ઝંડો લહેરાતો એક વિક્ર્થી કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ માર મારતો હતો. ત્યારબાદ શિક્ષકો અને અન્ય કર્માચરીઓએ મારામારી રોકવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ આ મામલાની પોલીસે તપાસ હાથ ધરી છે.



બેલગામ શહેર વિવાદ કેન્દ્રમાં છે મહારાષ્ટ્ર સતત દાવો કરે છે કે, વર્ષ ૧૯૬૦માં દસકામાં રાજ્યોની ભાષા-આધારિત પુનર્ગઠનમાં મરાઠી ભાષી ક્ષેત્ર, કન્નડ ભાષી કર્ણાટકને ખોટી રીતે આપ્યો હતો આથી સીમાવિવાદ શરૂ થયો છે. બેલગામ ખાતે હિરેબાગવાડ ટોલ નાકા પર મહારાષ્ટ્રના વાહનો પર કન્નડ સંગઠનોનાં કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. તેના વિરોધમાં પુણેનાં સ્વાગરેટ બસ ડેપોમાં પ્રત્યાઘાત પડયા હતા. ઠાકરે ગુ્રપનાં કાર્યકર્તાઓએ કર્ણાટકની બસો પર પથ્થરમારો કર્યો અને કાળો કલર ચોપડયો  હતો. આથી કર્ણાટક-મહારાષ્ટ્રનો વિવાદનો ભડકો વધુ ઉગ્ર બને એવી શક્યતા ઊભી થઈ હતી.




મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદે હિંસક વલણ લેતા રોષે ભરાયેલા એન.સી.પી.નાં શરદ પવારે આક્રમક ભૂમિકા લીધી છે. જો કર્ણાટક સરકાર 24 કલાકમાં તોફાનો અને વાહનો પરના હુમલાને નહિં અટકાવે  તો આગામી 48 કલાકમાં એક અલગ પ્રકારની ભૂમિકા હાથ ધરાશે હું પોતે બેલગામ આવીશ. ત્યારબાદ જે પણ થશે તે માટે કર્ણાટક સરકાર તેમ જ તેમના મુખ્યપ્રધાન જવાબદાર રહેશે એવી ગંભીર ચેતવણી શરદ પવારે આપી હતી. આના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 48 કલાકમાં પવારે બેલગામ જવાની જરૃર નહીં પડે એ પહેલાં જ વિવાદ ઉકેલાઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News