નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 900 કરોડ રૂપિયા છે. જ્યારે ગુજરાતમાં પણ ભારતીય નૌકાદળ, ગુજરાત ATS અને NCBએ ગુજરાતના દરિયા કાંઠેથી 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. NCBએ પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી 82 કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું છે. આ કન્સાઈનમેન્ટ એક કુરિયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, માલસામાનને ‘બોટમ-ટુ-ટોપ એપ્રોચ’ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સામેની ઝુંબેશ ‘નિર્દયતાપૂર્વક’ ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application