Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા તબીબનું રહસ્યમય મોત : PI સાથે પ્રેમ સંબંધમાં તકરાર થતાં આત્મહત્યા કરી હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ

  • March 08, 2024 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા તબીબનું રહસ્યમય મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે મહિલા ડોક્ટરના મોતના કેસમાં નવો વળાંક આવ્યો હતો. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે અને તેમા PI બી.કે.ખાચર સાથે સંબંધ હોવાનો ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચના ગેટ પાસે મહિલા તબીબની આત્મહત્યાને લઈ મોટો ખુલાસો થયો હતો.પોલીસે દાવો કર્યો હતો કે PI ખાચર સાથે પ્રેમસંબંધમાં આત્મહત્યા કરી છે. ડાયરીમાં PI બી.કે ખાચરના નામનો ઉલ્લેખ કરાયો છે.


ડાયરીમાં વૈશાલીએ લખ્યું હતુ કે ‘મારી સાથે ઈમોશનલ ગેમ રમાઈ છે, જે પગલું ભરું છું, તેના જવાબદાર ખાચર છે’ પોલીસી જણાવ્યું હતું કે PI ખાચર અને મૃતક 4 વર્ષથી સંપર્કમાં હતા. બંને સોશલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે. ડૉ.વૈશાલી જોશી મૂળ મહિસાગર જિલ્લાના વીરપુર પાસેના ડભેડીના રહેવાસી હતા. પોલીસે કહ્યું હતું કે સ્થળ પરથી સુસાઈડ નોટ મળી આવી છે. મહિલા ડોક્ટર શિવરંજનીમાં પીજીમાં રહેતા હતા. PI બી.કે.ખાચર સાથે પ્રેમ સંબંધ હતા. થોડા સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. પોલીસે જણાવ્યું હતું કે એક પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. મહિલાની ડાયરીની તપાસ ચાલી રહી છે. પીઆઇ સાથેના પ્રેમ સંબંધના કારણે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.


આત્મહત્યા માટે PI જવાબદાર હોવાનો સુસાઈટ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ તપાસમાં મહિલા ડોક્ટરની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું છે. પત્રકાર પરિષદમાં ઇ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી હરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુસાઇડ નોટ પણ મળી આવી છે. ૩૨ વર્ષના વૈશાલી બેન ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મહિલા ડોક્ટરને બી.કે.ખાચર સાથે પ્રેમ સંબંધ હતો. બન્ને વચ્ચે પ્રેમ સબંધમાં તકરાર થતા મહિલાએ આપઘાત કર્યો હતો. મૃતકની પરિવારજનોને બોલાવી મૃતદેહ સોંપવામાં આવશે. મહિલાએ ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો કે અંતિમ વિધિ બી.કે.ખાચર કરે. બી. કે ખાચરનો ઘટના બાદ કોઈ સંપર્ક થઇ શક્યો નથી. પરીવારજનોને નોટ અંગે જાણકારી આપવામાં આવી છે. મહિલા ડોક્ટર પોલીસ અધિકારીના સંપર્કમાં ક્યારે આવ્યા હતા તે અંગે પૂછપરછ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application