Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસાડની નગર પ્રાથમિક શાળામાં “મારી માટી, મારો દેશ” અભિયાન કાર્યક્રમ યોજાયો

  • August 25, 2023 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત કોસાડ આવાસ પાસે આવેલી કવિશ્રી જયંત પાઠક પ્રાથમિક શાળા નં.૨૯૧ (H4)માં ખાતે ‘મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્યશ્રીના અધ્યક્ષસ્થાને દીવડાઓ પ્રજ્વલિત કરીને સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પંચ પ્રણ પ્રતિજ્ઞા, શહીદ સ્મૃતિ વંદના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ દેશભક્તિ પ્રદર્શિત કરતી રંગોળીઓ બનાવી હતી. સૌએ ભારતમાતાની તસવીર સમક્ષ તિરંગા લહેરાવી સામૂહિક ધ્વજ વંદન કર્યું હતું. સૌ ઉત્સાહથી ‘મારી માટી, મારો દેશ અભિયાનમાં સહભાગી બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application