સુરત જિલ્લાનાં ભેસ્તાન-સચીન ખાતે રેલવે ટ્રેક પાસે રવિવારે સવારે અઠવાડીયા પહેલા ગુમ થયેલા ભેસ્તાના યુવકનો કોહવાયેલી લાશ મળી આવી હતી. જોકે તેના મોત અંગે શંકા કુશંકાઓ સેવાતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, મુળ ઉતરપ્રદેશમાં ફતેપુર હસ્વાનો વતની અને હાલમાં ભેસ્તાન ખાતે આસ્માનગરમાં હેન્ડ વર્કના ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો 34 વર્ષીય ઇર્શાદ શેખ અઠવાડીયા પહેલા કોઇને જાણ કરવા વગર નીકળી ગયો હતો. બાદમાં વતનમાં રહેતી બહેન તેને અવારનવાર ફોન કરતા તે રિર્સીવ કર્યા નહી, જેથી તેની બહેને સુરતમાં રહેતી અન્ય બહેન સહિત સંબંધીને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેમના સંબંધીઓ ખાતા ઉપર તપાસ કરતા તે મળ્યો નહી.
બાદમાં તેમના સંબંધી સહિતના લોકો તેની શોખધોળ કરતા ભાળ નહી મળતા ભેસ્તાન પોલીસ મથકમાં તે ગુમ થવા અંગે જાણ કરવામાં આવી હતી. દરમિયાન રવિવારે સવારે ભેસ્તાન- સચીન ખાતે રેલવે ટ્રેક યાર્ડ પાસે તેનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ ત્યાં પહોચીને કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો. જોકે તેના કપડા, મોબાઇલ, બુંટ પર ઉપરથી તેની ઓળખ સંબંધીઓ કરી હતી અને તેનો મૃતદેહ કોહવાયેલો હોવાથી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યો હોવાનું પોલીસે કહ્યુ હતું. જોકે તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે, તેના માંથામાં, મણકોમાં ફેકર્ચર સહિતના ભાગે બોથદ પ્રદાર્થથી ઇજા થઇ હોય,એવા ઇજાના નિશાન મળ્યા હતા. જોકે તેનું મોત મલ્ટીપલ ઇજા થવાથી થયુ હતુ. બનાવ અંગે ભેસ્તાન પોલીસે તાપસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500