વાલોડના કુંભીયા ગામના એક સામાજિક કાર્યકરની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથધરી છે, મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે સુરત ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.મૃતકના પરિવારનો આક્ષેપ છે કે કોઈ વ્યકિત દ્વારા કાવતરૂ રચીને આ હત્યા કરાઈ છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં આવેલ કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં આવેલ એક પડતર જમીન પાસેથી આજરોજ કુંભીયા ગામના સામાજિક કાર્યકરની સુધીર ઉર્ફે પિન્ટુ નટુભાઈ ચૌધરીનું ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે કોઈ નજીકના વ્યકિત દ્વારા તેમને સીમમા લઈ જઈ હત્યા કરવામાં આવી છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
ગ્રામજનોની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે, સ્થાનિક પોલીસે લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી છે,તો પરિવારના આક્ષેપને લઈ શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી અટકાયત કરવામાં આવી છે.હવે હત્યાને લઈ શું ખુલાસા થાય છે તે હવે પોલીસ તપાસમાં જ જોવું રહ્યુ.બનાવ અંગે સંજયભાઈ નટુભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે ઈપીકો કલમ ૩૦૨,૨૦૧ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500