સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલ સીપીએમ કંપનીમાં પરપ્રાંતીય ૨ ટ્રક ડ્રાઈવરો વચ્ચે મારામારી થતા એક ડ્રાઈવરની હત્યા કરાઈ હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સોનગઢના ઉકાઈ રોડ પર અવેલ સીપીએમ કંપનીમાં સામાન્ય બાબતે ૨ ટ્રક ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થયા બાદ ઝગડો થયો હતો, જેમાં એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.ફરીયાદી ટ્રક ક્લીનર અવધેશ કુલ્લુર યાદવ નાનો ગઈ તા.૩૧/૦૩/૨૦૨૩ નારોજ કન્ટેનર ગાડી નંબર જીજે/૧૪/ડબ્લ્યુ/૧૪૪૩ ગાડી પર ક્લીનર તરીકે કામ કરે છે જયારે આ ગાડીનો ડ્રાઈવર આકાશ હીરાલાલ માજી છે બને રહે,મહારાજગંજ જી.આજમગઢ (ઉત્તર પ્રદેશ) તેમજ ડ્રાઈવર સુભાષચંદ્ર શ્રીદાયારામ યાદવ રહે,દિદરગંજી થાના વિહારગંજ જી.આજમગઢ (યુપી) નાનો જીજે/૧૪/એક્સ/૦૩૪૫ની લઈને સિવડ યાર્ડ સુરત ખાતેથી ચૂનો ભરી લઈને ઉકાઈના સીપીએમ ખાતે પહોંચ્યા હતા. ત્યારે કન્ટેનર ગાડી નંબર જીજે/૧૪/એક્સ/૧૦૬૬નો ડ્રાઈવર ઇન્દ્રેશ બરસાતું બિંદ રહે,દિદરગંજી થાના વિહારગંજ જી.આજમગઢ (યુપી) નાનો પહેલાથી પાર્કિંગમાં હતો.
મોડીસાંજ સુધીમાં ગાડીઓ ખાલી થઇ ન હતી જોકે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાની આસપાસ ડ્રાઈવર આકાશ માજી તથા ઇન્દ્રેશ બિંદ બને જણા ગાળાગાળી કરી ઝગડ્યા હતા. જોકે ત્યાં હાજર અન્ય લોકોએ ઝગડો ન કરવાનું કહી ઝગડો છોડાવ્યો હતો.
બાદમાં રાત્રીના આશરે નવ વાગ્યાની આસપાસ બને જણા ફરી બીજીવાર ઝગડો કરવામાં લાગ્યા હતા, તે સમયે કંપનીના સિક્યુરીટી ગાર્ડે અન્ય ગાડી પાસે આવી અવધેશ યાદવને ઝગડો રોકવા માટે કહેતા આ બને જણા ઝગડો રોકવા ગયા હતા જોકે ત્યાં જઈ જોતા આકાશ માજી ગંભીર હાલતમાં જમીન પર પડ્યો હતો જેને તાત્કાલિક એમ્બ્યુલન્સ ગાડીમાં સોનગઢ ખાતે સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જતા ફરજ પરના તબીબે તપાસ કરતા આકાશ માજીને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે ક્લીનર અવધેશ યાદવની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે ડ્રાઈવર ઇન્દ્રેશ બિંદ વિરુદ્ધ આજરોજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500