Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નજીવી બાબતે સોનગઢ ના પાઘડધુવા ગામે વૃદ્ધ ની હત્યા

  • December 26, 2020 

સોનગઢ ના પાઘડધુવા ગામે સામાન્ય બાબતે બે જણાં વચ્ચે થયેલી બોલાચાલીમાં 80 વર્ષીય વૃદ્ધ ને માથાના ભાગે હોડી ચલાવવાના લાકડાના હલેસા નો સપાટો મારતા વૃદ્ધ નું મોત નીપજ્યું હતું, બનાવ અંગે પોલીસ ને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી આરોપી સામે હત્યા નો ગુનો દાખલ કર્યો છે,

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ ના પાઘડધુવા ગામના દેડકદેવ ફળીયામાં ઉકાઈ ડેમના ફૂગારા કિનારે આજરોજ રામજીભાઈ ભાદીયાભાઈ વસાવા (ઉ.વ.80) રહે,કુઈલીવેલ ગામ,નિશાળ ફળિયું તા.સોનગઢ નાઓએ જાલુભાઈ રેવજીભાઈ વસાવા રહે,કુઈલીવેલ ગામ, મંદિર ફળિયું તા.સોનગઢ નાને “ તું કેમ હોડી ચલાવવામાં મદદ કરતો નથી અને જાળ બરાબર નાખતો નથી ” તેમ કહેતા તેઓ બંને વચ્ચે બોલાચાલી થતા આરોપી જાલુભાઈએ રામજીભાઈ વસાવાને “ તું કેમ મને ગાળો આપો છે ” તેમ કહી એકદમ ગુસ્સા માં આવી તેના હાથ માના હોડી ચલાવવાના લાકડાના હલેસા નો સપાટો માથામાં ડાબી સાઈડે મારી દેતા રામજીભાઈ વસાવા ને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.

 

 

 

 

બનાવ અંગે બટેસિંગભાઈ રામજીભાઈ વસાવા નાઓની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે જાલુભાઈ વસાવા વિરુદ્ધ ઈપીકો કલમ 302 તથા જીપી એકત 135 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application