વ્યારાના વીરપુર ગામે પૈસાની લેતીદેતી મામલે ૫૦ વર્ષીય આધેડની હત્યા કરી દેવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમની પહેલી પત્નીએ ઘરની બાજુમાં આવેલ ઝાડો કપાવીને લાકડા વેપારીને વેચી દીધા હતા
મળતી માહિતી મુજબ તા.૯મી ફેબ્રુઆરી ૨૦૨૩ નારોજ વ્યારા તાલુકાના વિરપુર ગામના પુલ ફળીયામાં રહેતો ઈલેશભાઈ બાબુભાઈ ગામીત (ઉ.વ.૫૦) નાનો તેમની પહેલી પત્નીએ આજથી આશરે દશેક દિવસ પહેલા તેમના ઘરની બાજુમાં આવેલ ઝાડો કપાવીને લાકડા વેપારીને વેચી દીધા હતા અને જે લાકડાના ભાગના પૈસા ગામના ગામઠાણ ફળીયામાં રહેતો આરોપી મેહુલભાઈ મનુભાઈ ગામીત અવારનવાર માંગતો હોય પરંતુ ઈલેશભાઈ ગામીતે આપ્યા ન હતા. તેની અદાવત રાખી શકદાર આરોપી મેહુલભાઈ ગામીતે કોઇપણ સાધન અથવા તીક્ષ્ણ હથિયાર વડે માથાના પાછળના ભાગે જીવલેણ ઈજા કરતા ઈલેશ ગામીતનું મોત નિપજ્યું હતું.
સમગ્ર મામલે વ્યારા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ઈપીકો કલમ ૩૦૨ તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ શકદાર મેહુલભાઈ મનુભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500