Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નગરપાલિકાના કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

  • October 16, 2022 

ગુજરાત રાજ્યની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પડતર માંગણીઓને લઈ ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરતા ભરૂચ નગરપાલિકા પણ જોડાય હતી જેના પગલે ભરૂચ નગરપાલિકાની તમામ વિભાગની ઓફિસો અધિકારીઓને કર્મચારીઓ વિનાની સુની પડી હતી અને અધિકારીઓએ કર્મચારીઓએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી દીધી છે.




ગુજરાત રાજ્યની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર જેવા કે જૂની પેન્શન યોજના લાગુ,ન.પા કર્મચારીઓને પંચાયત કર્મચારીની જેમ તમામ લાભ મળે,રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનવનમાં આવે,ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં ગુજરાત રાજય નગરપાલિકા મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ મળી બંને મહા મંડળોના આદેશ મુજબ ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ ૧૫ ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પાલિકા કચેરીનું તમામ કામકાજ બંધ રાખી સૂત્રોચાર સાથે વર્ષોથી પડતર માંગણી સાથે નગરપાલિકા પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારી દિવાળીના તહેવારના ટાણે જ નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા હડતાલ પડાતા શહેરભરમાં ગંદકી.સફાઈ,લાઈટો,રીપેરીંગ સહિતના કામો પર બ્રેક વાગે તો નવાઈ નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News