નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર ખાતે આવેલા એક આશ્રમમાંથી યુવતી લાપત્તા બની છે. જોકે યુવતીનાં લાપત્તા બન્યાં અંગે તેના પિતાએ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મુંબઇના વિલેપાર્લે વિસ્તારમાં રહેતાં પ્રમોદ પુરન્દર તેમની દિકરી રૂતુજા સાથે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવેલાં સ્વામી સમર્થન નિવાસ આશ્રમ ખાતે આવ્યાં હતાં. જોકે તેમની દીકરી રૂતુજામાં આશ્રમમાંથી કોઇને કહયાં વિના કશે ચાલી ગઇ છે.
રૂતુજાની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો નહિ લાગતાં આખરે ગરૂડેશ્વર પોલીસમાં જાણ કરવામાં આવી છે. જયારે ગુમ થનારે શરીરે પીળા કલરનો સલવાર અને પીળા કલરની ઓઢણી અને મરૂન કલરનો કુર્તો પહેરલ છે. જેની ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટ છે. રૂતુજાબેન અંગ્રેજી, મરાઠી, હિન્દી, ફ્રેન્ચ ભાષા બોલે છે અને સમજે છે તથા ગુમ ઋતુજાબેનને ગુજરાતી ભાષા આવડતી નથી. બનાવ અંગે ગરુડેશ્વર પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500