હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુંબઈ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક ASI સહિત કુલ 4 મુસાફરોનાં મોતનાં અહેવાલ સામે આવ્યા છે. આ ફાયરિંગની ઘટના AC કોચ B5માં બની હતી. પાલઘરથી દહિંસર વચ્ચે આ ફાયરિંગનો મામલો થયો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એક RPF જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ જી.આર.પી.નાં જવાનોએ તેની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં મૃત્યુ પામનાર ASIનું નામ તિલકરામ છે. જોકે ફાયરિંગ કરનાર RPF જવાનની પણ ઓળખ થઈ છે.
તેનું નામ ચેતન હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી કોન્સ્ટેબલ ચેતનની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. હવે તેને પકડીને બોરિવલી સ્ટેશન પર લાવવામાં આવ્યો છે. ઘટના બન્યા બાદથી RPFનાં જવાનોનો રેલવે સ્ટેશને ખડકલો સર્જી દેવાયો છે. આ ટ્રેન જયપુરથી રવાના થઇ હતી અને ગુજરાત ક્રોસ કરીને મુંબઈ પહોંચી હતી. આ ઘટના કેમ બની? કેમ ગોળીબાર કરવામાં આવ્યો તેને લઈને હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે એવી માહિતી છે કે, ASI તિલકરામ અને કોન્સ્ટેબલ ચેતન વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઇ હતી. જેને લઈને તેણે અંધાધૂંધ ફાયરિંગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. ફાયરિંગ કર્યા બાદ તે તાત્કાલિક ટ્રેનમાંથી કૂદી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application