મુંબઇમાં કોરોનાની સંખ્યામાં દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરવાની શરૂઆત કરી રહ્યા છે. કોન્ટીકરણનો વિરોધ રાજ્યભરની સરકારી હોસ્પિટલોની બે મુદત હડતાળ ચાલુ છે. હવે મુંબઇની મહાપાલિકાની આરોગ્ય સેવિકા તા.1 જૂનથી બે મુદત હડતાળ પર ઉતરશે એવી જાહેરાત કરી છે. આથી તા.1 જૂનથી મુંબઇની 4 હજાર આરોગ્ય સેવિકા પોતાની પ્રલંબિત માગણીનો નિરાકરણ માટે બે મુદત હડતાળ પર ઉતરશે.
મિનીમ વેતન, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, તથા કામગારનો દરજ્જો આરોગ્ય સેવિકાની મુખ્ય માગણી છે. મુંબઇની આરોગ્ય સેવિકા હડતાળ ઉપર ઉતરતા આરોગ્ય સેવા પર માઠી અસર પડશે. કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય સેવિકો મુંબઇનાં પ્રત્યેક ઘરે ઘરે જઇને કોરોનાના દર્દીની માહિતી, પ્રત્યેકના ઘરમાં દર્દીઓની બિમારી તેમજ કોરોનાની ચકાસણી દરદીઓને કેન્દ્ર સુધી પહોંચાડવાનું ઘરમાં ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓને દવા આપવાનું સર્વ કામ કર્યું છે.
આરોગ્ય સેવિકાએ કરેલા સતત પ્રયત્નના લીધે કોરોનાને નિયંત્રણમાં લાવવાનો શ્રેય મુંબઇ મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલને મળ્યો છે. હવે કોરોનાબાદ પાલિકા આરોગ્ય સેવિકાનો પ્રશ્ન ફરી ભૂલી ગયા છે. એવી ટીકા પાલિકાના આરોગ્ય સેવા કર્મચારી સંગઠનના અધ્યક્ષ એડ પ્રકાશ દેવદાસે કરી હતી.
આરોગ્ય સેવિકાની મુખ્ય માંગણી : વર્ષ 2015થી લઘુત્તમ વેતનને એરિયર્સ સાથે આપો, વર્ષ 2011થી પ્રોવિન્ડ ફંડ અને પેન્શનનો ફાયદો આપો, વર્ષ 2000થી દર મહિને 600 રૂપિયા ટ્રાવેલીંગ ભથ્થુ આપે તેમજ પ્રસુતિ રજા આપવી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500