Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં આસિસ્ટન્ટ GST કમિશનરની પુત્રીએ પરીક્ષામાં ફેલ થવાને કારણે આત્મહત્યા કરી

  • March 06, 2024 

સુરતના અડાજણ વિસ્તામાં રહેતા અને મુંબઈમાં આસિસ્ટન્ટ GST કમિશનર તરીકે તૈનાત કે, વેંકટેશન નાયકરની પુત્રી વી.મનુષ્રીએ બીટેકના ત્રીજા વર્ષની પરીક્ષામાં ફેલ થવાને કારણે આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની વી. મનુશ્રીએ શનિવારે સાંજે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી અને હાથને પ્લાસ્ટિકની લોક પટ્ટીથી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે સ્યુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે પોતાના મોતનું કારણ બે ટેકની પરીક્ષામાં નાપાસ થવાનું લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે.


અડાજણ પોલીસથી મળેલી જાણકારી પ્રમાણે મૂળ રૂપથી પુડુચેરીના રહેવાસી કે. વેંકટેશન નાયકર વર્તમાનમાં પોતાની પત્ની અને બે જુડવા દીકરીઓની સાથે અડાજણ વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકીની પાશે આમ્રપાલી રો હાઉસ ગેટ નંબર-2 પાસે રહે છે. કે.વેંકટેશન મુંબઈમાં જીએસટી વિભાગમાં સહાયક કમિશનરના રૂપમાં કાર્યરત છે. કે. વેંકટેશનના બાળકોમાંથી એક વી.મનુષ્રી કોલેજમાં બી.ટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વી.મનુષ્રીએ શનિવારે સાંજે આશરે 5 કલાકે ચહેરા પર પ્લાસ્ટિક બેગ બાંધી આત્મહત્યા કરી લીધી હતી.


ઘટનાની જાણકારી જ્યારે પરિવારજનોને મળી તો સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટના આત્મહત્યાની હોવાને કારણે ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ આ મામલાની જાણ પોલીસને કરી તો પોલીસે છાત્રાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.  એસીપી વીએમ ચૌધરીએ જણાવ્યું કે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને મુંબઈમાં જીએસટીના સહાયક કમિશનર તરીકે કાર્યરત ઓફિસરની દીકરીએ પોતાના મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી, જેથી શ્વાસ રુંધાવાને કારણે તેનું મોત થયું છે. પોલીસ આપઘાતના કારણને લઈને તપાસ કરી રહી છે. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું કે પરીક્ષામાં નાપાસ થઈ એટલે આપઘાત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application