Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ એરપોર્ટ આગામી તારીખ 2 મે નાંરોજ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે

  • April 06, 2023 

મુંબઈ એરપોર્ટ આગામી 2જી મેના રોજ 6 કલાક માટે બંધ રાખવામાં આવશે. ચોમાસા પહેલાની જાળવણીનું કામ પાર પાડવા માટે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન વિમાન-મથક બંધ રાખવામાં આવશે. એરપોર્ટનાં બંને રન-વે 6 કલાક બંધ રહેશે. એટલે આ દરમ્યાન કોઈ વિમાનનું ઉડ્ડયન અને ઉતરાણ થશે નહીં. 2જી મેના રોજ 6 કલાક એરપોર્ટ બંધ રહેવાનું હોવાથી 250 ફ્લાઇટ રદ થશે.






છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ગણના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં થાય છે. દરરોજ સરેરાશ 900 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઓપરેટ થાય છે. એટલે જ આ એરપોર્ટને કોઇ સમસ્યા ઉભી ન થાય એ રીતની જાળવણી કરીને સજ્જ રાખવામાં આવે છે. મુંબઇમાં ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદને ધ્યાનમાં લઇ મે મહિનાની શરૂઆતમાં જ જાળવણીનું કાર્ય પૂરું કરવામાં આવશે. આ પહેલાં ગયા વર્ષે 18મી ઓક્ટોબરે જાળવણીનું કાર્ય કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News