નવરાત્રિ અને દશેરાના પાવન પર્વે, ડાંગ જિલ્લા માહિતી કચેરી-આહવા ખાતે આયોજિત “વિકાસ પ્રદર્શન” ને, ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલે ખુલ્લુ મૂકી, જિલ્લાના પ્રજાજનોને તેની મુલાકાત લેવાની અપીલ કરી છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઈ મોદીએ, જે તે સમયે ગુજરાતને ચિંધેલા વિકાસ માર્ગ ઉપર આગળ વધી રહેલી, વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના પગલાઓને સચિત્ર રજૂ કરતાં આ પ્રદર્શનના માધ્યમથી, ૨૩ વર્ષોના દિશાનિર્દેશનનુ નિદર્શન કરી માહિતી ખાતાએ, 'વિકાસ સપ્તાહ' ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોમા વધુ એક મોરપીંછ ઉમેર્યું છે તેમ, કલેક્ટર શ્રી મહેશ પટેલે આ વેળા તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ. PWD કોલોની ખાતે કાર્યરત જિલ્લા માહિતી કચેરીના પટાંગણમા આયોજિત આ પ્રદર્શનની, જિલ્લાના 'સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ' એવા ઇન્ફ્લુએંઝર્સએ પણ જાતમુલાકાત લઈ અહીંથી ઉપલબ્ધ કરવાયેલા રાજ્ય સરકારના પ્રકાશનો, યોજનાકીય સાહિત્યની ઉપયોગિતા વર્ણવી હતી. દરમિયાન ડાંગ કલેકટરશ્રીનુ માહિતી પરિવારવતી, માહિતી મદદનીશે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતુ. આ વેળા અન્ય મહાનુભાવો તથા પ્રદર્શન નિહાળવા પધારેલા લોકોએ, આ પ્રદર્શનને મન ભરીને માણવા સાથે, અહીથી વિના મૂલ્યે ઉપલબ્ધ કરવાયેલા, રાજ્ય સરકારના યોજનાકીય સાહિત્યની સરાહના પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500