Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાનાં સૌથી ધનિક વ્યકિત બન્યા

  • April 06, 2023 

મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યકિત બની રહ્યા છે. ફોર્બ્સે મંગળવારે 2023ના અબજોપતિઓની સૂચિ જાહેર કરી છે. તેમાં ગૌતમ અદાણી હિન્ડનબર્ગ રિપોર્ટ પછી સરકીને 24માં સ્થાને પહોંચી ગયા છે. જોકે હજી પહેલા 25માં તો તેઓ છે જ. તેઓની સંપતિ 126 અબજ ડોલર '23ના અંતે હતી. હિન્ડનબર્ગ રિપોર્ટ પછી તેઓની સંપતિ ઘટીને 47.2 અબજ ડોલર થઈ ગઈ. 24 જાન્યુઆરીએ 126 અબજ ડોલર સાથે તેઓ દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યકિત હતા. અંબાણી 83.4 અબજ ડોલરની સંપતિ સાથે દુનિયાના 9મા ક્રમના સૌથી ધનિક વ્યકિત છે. ફોર્બ્સ જણાવે છે કે, ગત વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરથી વધુ નફો મેળવનારી પહેલી ભારતીય કંપની બની રહી. તેમનો કારોબાર તેલ, દૂરસંચારથી શરૂ કરી અનેકવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે.






વર્ષ-2022ના અંતે તેની કુલ અસ્ક્યામત 2300 અબજ ડોલર હતી. ફોર્બ્સ પ્રમાણે શિવનાદાર 3જા ક્રમે, સાઇરસ પૂનાવાલા 4થા ક્રમે, લક્ષ્મી મિત્તલ 5માં, સોલી ઝિંદાલના એસ ઝિંદલ 6ઠ્ઠા, સનફાર્મામા દિલીપ સંઘવી 7મા અને ડીમાર્ટના રાધાકૃષ્ણ દામાણ 8મા સ્થાને છે. વૈશ્વિક ચિત્ર જોઈએ તો હજી સુધીમાં પહેલી જ વાર ફ્રાંસ ટોપ ઉપર પહોંચ્યું છે 211 બિલિયન ડોલર સાથે ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. તેઓ લકઝરી ગૂડઝના ટાઇફૂન કહેવાય છે. તેઓ જો લૂઈ ગૂઈટન, ક્રીશ્ચિયન ડાયર, અને ટીફન એન્ડ કંપનીના માલિક છે. વિશ્વનાં અબજોપતિઓની યાદીમાં ભારતથી આગળ અમેરિકા અને ચીન (હોંગકોંગ અને મેકાઉ સહિત) આગળ છે. ભારતમાં 2023માં 169 અબજોપતિઓ છે. જેઓની કુલ નેટવર્થ 675 અબજ ડોલર છે. આ લિસ્ટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આર.આઈ.એલ.)ના મુકેશ અંબાણી 63.4 બિલિયન ડોલરની સંપતિ સાથે સૌથી અમીર ભારતીય છે.






તેઓ વિશ્વના 9મા ક્રમના અમીર છે. જોકે અમેરિકામાં સૌથી વધુ 735 અબજોપતિઓ છે. જેમની કુલ નેટવર્થ 4.5 ખર્વ ડોલર છે. તે પછી ચીન (હોંગકોંગ-મકાઉ સાથે) 562 અબજોપતિઓ સાથે બીજા ક્રમે છે. વર્ષ 2022નું વર્ષ તો અબજોપતિઓ માટે પણ ઘણું ખરાબ રહ્યું. તેની અસર 2023ના પ્રારંભ સુધી રહી. દુનિયાના અબજોપતિઓ પાસે 12.2 ખર્વ ડોલરની શકિત છે. જે માર્ચ 2022માં ટોચે પહોંચી હતી. પરંતુ પછીથી કોરોનાને લીધે તેમાં 500 બિલિયન ડોલરનો ઘટાડો થયો. એક તરફ કોરોના બીજી તરફ વ્યાજના વધતા દરો, વધતી મોંઘવારી અને પૂર્વ યુરોપનાં યુદ્ધ છતાં 1000થી વધુ અબજોપતિઓ વાસ્તવમાં ફોર્બ્સની 2022ની સૂચિમાં સામેલ લોકોની તુલનામાં વધુ અમીર છે. હજી સુધી એલન મસ્ક દુનિયામાં ટોચ ઉપર હતા. પરંતુ ઘણી મોંઘી કિંમતે તેઓએ ટિવટર ખરીદ્યા પછી, બીજા ક્રમે આવી ગયા છે. જયારે ફ્રાંસના લકઝરી ગુડઝ ટાઇફૂન બર્નાર્ડ આર્નોલ્ટ 211 બિલિયન ડોલર સાથે પ્રથમ ક્રમે આવી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application