Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના સાન્નિધ્યે ડાંગમા રૂપિયા ૩૦૮૯.૬૬ લાખના વિકાસ કામોના લોકાર્પણઅને ખાતમુહૂર્ત કરાશે

  • November 18, 2021 

‘આઝાદી ના અમૃત મહોત્સવ’ની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે તા.૧૮ થી તા.૨૦મી નવેમ્બર દરમિયાન આયોજિત ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો આહવા ખાતેથી શુભારંભ કરાવતાનાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે માનવીના જન્મ પૂર્વેથી લઈને મૃત્યુપર્યંત સુધીની અનેકવિધ યોજનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને પ્રજાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમ જણાવતા કહ્યુ હતુ કે, વિશ્વની સૌથી મોટી ‘આયુષ્યમાન ભારત’ જેવી સ્વાસ્થ્યલક્ષી યોજના અમલી બનાવીને ભારત સરકારે ગરીબ જરૂરિયાતમંદ પ્રજાજનોના આરોગ્યની દરકાર કરી છે. તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે, ગુજરાત સરકારે પણ ‘નિરામય ગુજરાત’ અભિયાનનો પ્રારંભ કરીને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’નો માર્ગ અપનાવ્યો છે, તેમ જણાવ્યુ હતુ.







શુદ્ધ આબોહવા, પ્રાકૃતિક સ્ત્રોતોથી ભરપૂર, અને નૈસર્ગિક સુંદરતા ધરાવતા રાજ્યના ખૂબસૂરત ડાંગ જિલ્લાને માટે ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ ઇતિહાસના સ્વર્ણિમ પુષ્ઠમા અંકિત થશે તેમ જણાવતા દુષ્યંતભાઈ પટેલે, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વિચારને મૂર્તિમંત કરવાના અભિયાનમા સૌને સહભાગી થવાની પણ હિમાયત કરી હતી. પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓની જાણકારી‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના માધ્યમથી સતત ત્રણ દિવસો સુધી ગ્રામજનો સુધી પહોંચાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે, તેમ જણાવતા નાયબ મુખ્ય દંડકએ પ્રજાકીય જાગૃતિ કેળવીને સર્વાંગિણ વિકાસની યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી.







‘રથ યાત્રા’ જેવા કાર્યક્રમોના માધ્યમથી પ્રજાકલ્યાણના અનેક કાર્યો હાથ ધરીને, છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓની જાણકારી અને લાભો પહોંચાડવાનો ભગિરથ પ્રયાસ કરવામા આવતો હોય છે. ત્યારે ડાંગ જિલ્લામા પણ આ ત્રણ દિવસો દરમિયાન અનેક વિકાસ યોજનાઓના લાભ એનાયત કરવા સાથે, નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે તેમ પણ નાયબ મુખ્ય દંડકે જણાવ્યુ હતુ.







‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ ડાંગ જિલ્લાના વિકાસની કાયાપલટ કરશે તેમ જણાવતા દુષ્યંતભાઈ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવેલી નોંધનારા આધાર સહિત શ્રેણીબદ્ધ યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી. ‘સ્વરાજ થી સુરાજ’ની કલ્પનાને સાકાર કરતા ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના કાર્યક્રમો ગ્રામજનોને સાચા અર્થમાઆત્મનિર્ભર બનાવશે, તેમ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યુ હતુ.







ઉલ્લેખનિય છે કે, આહવાના ડાંગ દરબાર ખાતે યોજાયેલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના જિલ્લા કક્ષાના શુભારંભ કાર્યક્રમ અગાઉ એટ્લે કે વહેલી સવારે ૮ વાગ્યા થી ૯:૧૫ વાગ્યા સુધી જિલ્લાના તમામે તમામ ગામોમા ગ્રામીણજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, ગામની આશા,સખી મંડળો, નિગરાની સમિતિ, પાણી સમિતિ વિગેરે દ્વારા સામૂહિક સ્વચ્છતા અંગેની જનજાગૃતિ રેલી યોજાઇ હતી. આ ઉપરાંત શાળાઓ, પંચાયત ઘરો, આંગણવાડી કેન્દ્રો, પોસ્ટ ઓફિસો, બેન્કો, દૂધ મંડળીઓ, પશુ દવાખાનાઓ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, અને વેલનેશ સેન્ટરો ઉપર વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી.







મુખ્ય કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસનુ લોકાર્પણ કરવા સાથે, આવાસ યોજનાની સહાયના ચેકોનુ વિતરણ, NRLMના CIF સહાય વિતરણ, કુવરબાઈનું મામેરૂ યોજનાના ચેક, આયુષ્માન ભારત યોજનાના કાર્ડ, નિરામય ગુજરાત યોજનાના કાર્ડ, ઉજવલા યોજનાના હુકમ પત્રો, ઇ-શ્રમિક કાર્ડ,તથા વિવિધ વિભાગો દ્વારા કરાયેલા વિકાસના કામોનુ, ઇ-તકતીના માધ્યમથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ હતુ.







ડાંગ જિલ્લાની ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ના પ્રારંભ સાથે ડાંગ જિલ્લામા બે રથના સાન્નિધ્યે જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમા સમાવિષ્ટ ૭૦ ગ્રામ પંચાયતો હસ્તકના ૩૬ ગામોને ધમરોડી, કુલ ૧૮ જેટલા વિવિધ કાર્યક્રમોનુ આયોજનને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામા આવ્યુ છે.





દરમિયાન રાજ્ય સરકારના જુદા-જુદા નવ વિભાગો પૈકી ચાર વિભાગોના કુલ રૂપિયા ૬૪૦.૯૭ લાખના ૨૨૮ કામોનુ લોકાર્પણ તથા સાત વિભાગોના કુલ રૂપિયા ૨૩૬૭.૦૮ લાખના ૧૦૮૧ વિકાસ કામોનુ મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત ચાર વિભાગોના ૧૩૧૬૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૮૧.૬૧ લાખના સહાયના ચેકો પણ અર્પણ કરાશે. આમ, ડાંગ જિલ્લામા‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ દરમિયાન કુલ રૂપિયા ૩૦૮૯.૬૬ લાખના વિકાસ કામોની ભેટ ડાંગ જિલ્લાના પ્રજાજનોને મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application