સુરતનાં મુગલીસરા વિસ્તારમાં રહેતી ક્રિશ્ચન શિક્ષીકાનો શાદી.કોમ થકી સંર્પક કરી પોતાની ઓળખ લંડનનાં NRI ડોક્ટર તરીકેની આપી લગ્નની લાલચ આપી ઇન્ડિયા આવ્યો છું અને દિલ્હી એરપોર્ટ પર લંડન કરન્સીનાં ડી.ડી એરપોર્ટની બહાર લઇ જવાના નામે રૂપિયા 17.48 લાખ પડાવી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાય છે. મુગલીસરા વિસ્તારમાં રહેતી ક્રિશ્ચન શિક્ષીકાનો શાદી.કોમ થકી સંર્પક કરી પોતાની ઓળખ લંડનનાં NRI ડોક્ટર તરીકેની આપી લગ્નની લાલચ આપી ઇન્ડિયા આવ્યો છું અને દિલ્હી એરપોર્ટ પર લંડન કરન્સીનાં ડી.ડી એરપોર્ટની બહાર લઇ જવાના નામે રૂપિયા 17.48 લાખ પડાવી લેનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાય છે. મળતી માહિતી મુજબ, ચોકબજાર મુગલીસરા વિસ્તારમાં રહેતી પુણા પાટીયાની સ્કૂલની શિક્ષીકા જેક્લીન (ઉ.વ.37 નામ બદલ્યું છે) ના વ્હોટ્સએપ પર ગત જાન્યુઆરીમાં મેસેજ આવ્યો હતો.
જોકે મેસેજ કરનારે પોતાની ઓળખ ડો.પ્રશાંત પીટર અને શાદી.કોમ પરથી મોબાઇલ નંબર મેળવ્યો છે. પોતે મૂળ ચેન્નાઇનો રહેવાસી અને હાલમાં લંડના ખાતે ઓબસ્ટેટ્રીસીયન એન્ડ ગાયનેક્લોજીસ્ટ છે એમ કહી જેક્લીન અને તેના પરિવારના ફોટોગ્રાફ, બાયોડેટા અને સરનામું મંગાવી લગ્નની વાત કરી હતી. પરંતુ પ્રશાંતની પ્રોફાઇલમાં બ્રાહ્મણ જ્ઞાતિ હોવાથી જેક્લીને પોતે ક્રિશ્ચન છોકરો શોધે છે એવું કહ્યું હતું. જયારે પ્રશાંત ટાઇપીંગ મીસ્ટેક છે અને પોતે રોમન કેથલીક ક્રિશ્ચન છે હોવાનો મેસેજ કર્યા બાદ કોલ કર્યો હતો. જે અંતર્ગત જેક્લીને પોતાને હાઇપ્રોથાઇરોઇડની બિમારી છે એવું કહેતા પ્રશાંતે હું ડોક્ટર છું અને આ બધી નાની વાત કહેવાય મને કોઇ વાંધો નથી એમ કહી ટ્રાવેલીંગ લગેજ અને તેની બહેન તથા પિતાનો ફોટો અને લંડનથી ઇન્ડિયાની ટિકીટનો ફોટો મોકલાવ્યો હતો.
દરમિયાનમાં દિલ્હી એરપોર્ટથી નતાશા નામની યુવતીએ કોલ કરી તમારા સંબંધી પ્રશાંત પીટર, રીયા પીટર અને મનોજ પીટર લંડનથી આવ્યા છે, તેમની પાસે લંડનની કરન્સીના ડી.ડી છે જેને એરપોર્ટની બહાર લઇ જવા માટે રૂપિયા 39,946/-નો ચાર્જ ભરવો પડશે એવું કહેતા જેક્લીને આ રકમ UPIથી ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ડ્યુટી ચાર્જ, રૂપિયા વાપરવાના સર્ટીફીકેટ, જી.એસ.ટી. સહિતના અલગ-અલગ ચાર્જીસના નામે ઓનલાઇન અને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરાવી કુલ રૂપિયા 17.48 લાખ પડાવી લીધા હતા. જયારે શિક્ષીકાનો શાદી.કોમ થકી સંર્પક કરી પોતાનું નામ ડો.પ્રશાંત પીટર જણાવનાર ભેજાબાજે શાદી.કોમની પ્રોફાઇલમાં પોતાની જ્ઞાતિ બ્રાહ્મણ લખ્યું હતું.
જેથી જેક્લીને હું ક્રિશ્ચન છોકરો શોધું છું તેના પ્રત્યુત્તરમાં ડો.પ્રશાંતે પોતે કેથેલીક કિશ્ચન છે પરંતુ બાયોડેટામાં ટાઇપીંગ મીસ્ટેક થઇ છે. ઉપરાંત પોતે કિશ્ચન છે તેવો વિશ્વાસ કેળવવા ભેજાબાજે બાઇબલના વચનો પણ ફોન પર બોલી સંભળાવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પરથી તમારા સંબંધી આવ્યા છે અને લંડનનાં ડી.ડી એરપોર્ટની બહાર લઇ જવાના બહાને લાખો રૂપિયા પડાવનાર ભેજાબાજ ટોળકીએ જેક્લીનને એવો વિશ્વાસ પણ આપ્યો હતો કે તમે જે ચાર્જીસ ચુકવશો તે તમામ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ભેજાબાજોએ વધુ રૂપિયા પડાવવા જેક્લીનના મેઇલ પર account@rbi-in-org ના નામે રૂપિયા 2,49,89,405 ટ્રાન્સફર કર્યાનો મેઇલ પણ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500