રાજયના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિગત કારીગરોને સન્માન-પારિતોષિક માટે યોજાયેલા ૭ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ "રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ"ના રોજ વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ હતી. ભરૂચના સુજની વણાટકામ સાથે સંકળાયેલા શ્રી મુજક્કીર સુજનીવાલાનું લુપ્ત થતી કળા કેટેગરીમાં "રાજ્ય કક્ષાના પારિતોષિક" માટે પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીમાં તેમનું સન્માન કરી પારિતોષિક આપવામાં આવ્યું હતું. કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ અન્વયે વર્ષ-૨૦૨૦ માટે કુલ ૧૧ કારીગરોને એવોર્ડ સન્માન સાથે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ હાથશાળ-હસ્તકલામાં ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, અર્થન, લાકડુ અને વાંસકામ, મેટલ ક્રાફ્ટ તથા અન્ય ક્રાફ્ટનો સમાવેશ થાય છે. તદુપરાંત ઉત્કૃષ્ટ મહિલા કારીગર, ઉત્કૃષ્ટ યુવા કારીગર અને લુપ્ત થતી કલાના કારીગરનો સમાવેશ થાય છે.
ભરૂચના સુજની વણાટકામ સાથે સંકળાયેલા શ્રી મુજક્કીર સુજનીવાલાનું લુપ્ત થતી કળા કેટેગરીમાં "રાજ્ય કક્ષાના પારિતોષિક" માટે પસંદગી થઈ હતી. તેમની આ સફળતા ભરૂચનું ગૌરવ તેમની કળા દ્વારા વધી રહ્યું છે. લુપ્ત થતી કલાના કારીગરને એવોર્ડ માટે રૂ.૧.૫૧ લાખનો એવોર્ડ એનાયત કરવાની સાથે શાલ-તામ્રપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. અહી, ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ "પ્રોજેક્ટ રોશની" હેઠળ લુપ્ત થઈ રહેલી આ કળાને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના સફળતાના સોપાન સ્વરૂપ આ નવી યશ કલગીનો તેમાં ઉમેરો થયો છે. જિલ્લા કલેકટરના પ્રયાસોના પરિણામે આજે નવી પેઢીના લોકો આ વારસા સમાન કળાને શીખી રહ્યા છે અને તેમાં આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત પ્રથમ વાર સુજની કારીગરોની મંડળી દ્વારા દિલ્હીમાં યોજાઈ રહેલ રાષ્ટ્રીય પ્રદર્શનીમાં ભાગ લેવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500