Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ : ફિલ્મનું ટ્રેલર અંજનાદારીના વિશાળ સાગરના ગર્ભમાંથી જન્મેલી એક રહસ્યમય કહાનીથી શરૂ થાય

  • December 20, 2023 

તેજા સજ્જા સ્ટારર ફિલ્મ હનુમાનનાં ટ્રેલરની આતુરતા પૂર્ણ થઈ ગઈ છે. જોકે મંગળવારે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ફિલ્મમાં ભગવાન હનુમાનની શક્તિઓની સાથે એક નવા ભારતીય સુપરહીરોને દર્શકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ મકર સંક્રાંતિના અવસરે આગામી વર્ષે 12 જાન્યુઆરી 2024એ થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ હનુમાનને પ્રશાંત વર્માએ ડાયરેક્ટ કરી છે. જે એક નવી સિનેમા યુનિવર્સ બનાવવાની તૈયારીમાં છે.



આ ફિલ્મ એક ભારતીય સુપરહીરોના પાત્ર પર આધારિત છે. જેમાં એક્ટર તેજા સજ્જા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય વિનય રાય, અમૃતા અય્યર, વરલક્ષ્મી સરથ કુમાર, રાજ દીપક શેટ્ટી અને વેનેલા કિશોર જેવા ઘણા કલાકાર આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનું ટ્રેલર અંજનાદારીના વિશાળ સાગરના ગર્ભમાંથી જન્મેલી એક રહસ્યમય કહાનીથી શરૂ થાય છે, જેમાં એક સુંદર અંડરવોટર સીક્વેન્સ છે. જે બાદ જંગલમાં એક્ટર તેજાની એન્ટ્રી થાય છે. જે પોતાની અદ્ભૂત શક્તિઓથી જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં તેમની બહેનનું પાત્ર નિભાવી રહેલી એક્ટ્રેસ વરલક્ષ્મી સરથ કુમાર પણ જોરદાર એક્શન કરતી નજર આવી રહી છે.



ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા નિભાવી રહેલા વિનય રાયની પાસે એડવાન્સ ટેકનોલોજી દ્વારા ઘણા સુપર પાવર છે. તેમ છતાં તે કુદરતી શક્તિઓને મેળવવા ઈચ્છે છે જે તેજા સજ્જાની પાસે છે. આ અદ્ભુત શક્તિઓને મેળવવા માટે તે સમગ્ર બ્રહ્માંડના વિનાશ માટે તૈયાર છે. જે બાદ ફિલ્મમાં સારા અને ખરાબની લડત શરૂ થાય છે. અંતમાં ભગવાન હનુમાનની એન્ટ્રી પણ જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ચાહકોની જોરદાર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર શાનદાર લાગી રહ્યુ છે. બેકગ્રાઉન્ડમાં સંસ્કૃત શ્લોકે તેને વધુ ઉમદા બનાવ્યુ છે. ફિલ્મનું ટીઝર ગયા વર્ષે નવેમ્બર 2022માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. જે બાદ લોકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application