મોરબીમાં ગઈકાલથી જ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે,141 એ પોતાનો જીવ ગુમાવ્યો છે જેના કારણે ગુજરાતમાં શોકનો માહોલ છે.133 મતૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. મોટાભાગના મૃતદેહો પરીવારને સોંપવામાં આવ્યા છે. કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી તો કોઈએ દિકરો તો કોઈએ માતાની મમતા ગુમાવી. આટલી મોટી ઘટના પછી જવાબદાર ક્યાં છે,જવાબદારો કોણ છે તે સામે નથી આવ્યા. મોરબીના મોતના આરોપી કોણ છે તેને લઈને પણ અનેક સવાલો ઉભાઈ થઈ રહ્યા છે. બીજી તરફ એક પછી એક લાપતા લોકોને સતત રેસ્ક્યુ કરીને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક બોલાવી છે.
અત્યારે મોરબીની ઘટનાને લઈને બચાવ કામગિરીથી લઈને જવાબદારો સામે જરૂરી પગલા ભરવાને લઈને હાઈલેવલની બેઠકો ચાલી રહી છે. આ પ્રકારની ઘટનાને લઈને મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક બોલાવી છે. ગઈકાલે તેમણે મોરબી મચ્છુ બ્રીજ દુર્ધટનામાં રુબરુ જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પુલ તૂટ્યો તેને લઈને જવાબદાર કોણે છે તેઓના નામ સામે નથી આવી રહ્યા. ત્યારે બીજી તરફ ફિટનેસ ટેસ્ટને લઈને પણ સવાલો થઈ રહ્યા છે.
બચાવ કામગિરી તેજ
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે.
એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન મોકલાયા
એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500