અમદાવાદ શહેર નજીકના હેબતપુર પાસે એક ડમ્પર ચાલકે એકટીવાને ટક્કર મારતા એકટીવા પર પસાર થઈ રહેલા માતા અને પુત્રીનું ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ થયું હતું. બનાવ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના એસપી રીંગ રોડ ઉપર હેબતપુર પાસે એક એક્ટીવા ઉપર માલવિકા ગોસ્વામી (ઉ.વ. 40), તેમની નવ વર્ષની પુત્રી જાનવીને લઇ બોપલ તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી એક ડમ્પરે એક્ટીવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં માતા માલવિકા અને પુત્રી જાનવીનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતની ઘટના અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application